March 4, 2026
content_image_de619947-7b3f-4f36-b2b1-446713c6e10f

Panchmahal Accident near Aniyad Shehera : પંચમહાલ જિલ્લાના શહેરા-મોરવા (રેણાં) રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કવાલી ગામેથી એક પરિવાર છકડામાં સવાર થઈને કલારિયા ગામે બેસણાના પ્રસંગે જઈ રહ્યો હતો. આ દરમિયાન અણીયાદ ગામના ભરવાડ ફળીયા નજીકથી પસાર થતી વખતે અચાનક છકડો ચાલકે કાબૂ ગુમાવતા છકડો પલટી ખાઈ ગયો હતો. 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં સવાર એક મહિલા સહિત બે વૃદ્ધોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક શહેરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Copyright 2025. All right reserved. Unjha Samachar Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!